હાલોલ: પોલીકેબ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા કંજરી ગામે રૂપિયા 26 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય તેમજ બાળકો માટે આંગણવાડીનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખુલ્લું મુકાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૮.૨૦૨૪
હાલોલ તાલુકાના કંજરી ગામે પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 26 લાખના ખર્ચે ગ્રામજનોની સુવિધા માટે પુસ્તકાલય તેમજ બાળકો માટે આંગણવાડી અને બે વોટર એટીએમ નું હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે તેમજ પોલીકેબ વાયર કંપનીના વાઇસ પ્રસિડેન્ટ વિવેક કસાટ અને ડાયરેક્ટર રાકેશભાઈ તલાટી ની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયત ના પ્રમુખ, સહકારી સંઘ ના ડાયરેક્ટર મયૂરધ્વજસિંહ પરમાર,પોલીકેબ કંપનીના સી.એસ.આર.હેડ નિરજભાઈ કુંદનાની તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હાલોલ બાસ્કા સ્થિત વાયર બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વવારા હાલોલ નગર સહીત તાલુકા ના વિસ્તારોમાં સામાજિક જવાબદારીના ભાગરુપે આરોગ્ય શિક્ષણ ગ્રામીણ વિકાસ પર્યાવરણ સહીત વિવિધ વિકાસ કાર્ય કરી રહ્યા છે.જે અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામે મહાદેવ મંદિર સામે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત તેમજ રમત માટે સંપૂર્ણ સજ્જ આંગણવાડી તેમજ એકજ જગ્યા પર તમામ સાહિત્યોનું વાંચન કરી શકે તે માટે સંપૂર્ણ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલ પુસ્તકાલય, ગ્રામજનોની સુખાકારી માટે આજે શાસ્ત્રોક્ત વિધિત રીતે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જેને લઇ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.










