
તા.૩૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરી કૌભાંડનો પર્દાફાશ લીમડી પોલીસે ૫.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ, સુપરવાઈઝર ફરાર
લીમડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ વિભાગના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા સતર્ક કામગીરી દરમ્યાન ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. ૫.૨૦ લાખ કિંમતના ૮,૦૦૦ કિલો લોખંડના સળીયા તથા ગુન્હામાં વપરાયેલ વાહન કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.પ્રાપ્ત વિગતો મુજબ, લીમડી પોલીસને આંબા ગામ વિસ્તારમાંથી લોખંડના સળીયા ભરેલી એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી સાથે એક ઈસમ મળ્યો હતો. ગાડી તથા સામાનની ઘનિષ્ઠ અને ઉંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ લોખંડના સળીયા ભારતમાલા રોડ પ્રોજેક્ટમાં કાર્યરત એટલાસ કન્સ્ટ્રકશન પ્રા.લિ. અને આશાપુરા કન્સ્ટ્રક્શન પ્રા.લિ. માંથી અલગ-અલગ સમયે ચોરી કરવામાં આવ્યા હતા.તપાસને વધુ આગળ વધારતા ખુલાસો થયો કે ચોરી કરાયેલ સ્ટીલ દાહોદ ખાતેના ભંગાર વેપારીને વેચવામાં આવતું હતું. આ આધારે દાહોદના રહેવાસી યશવંતભાઈ મુકેશભાઈ મહંતના કબજામાંથી વધુ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.આ રીતે લીમડી પોલીસે ભારતમાલા રોડ પ્રોજેક્ટમાંથી સ્ટીલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી કુલ ૮,૦૦૦ કિલો સ્ટીલ (કિંમત રૂ. ૫,૨૦,૦૦૦/-) તથા મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. GJ-20-X-7946 (કિંમત રૂ. ૮,૦૦,૦૦૦/-) કબજે કરી છે.આ મામલે ભારતમાલા પ્રોજેક્ટ વતી ફરીયાદી શૈલેન્દ્ર ગોવિંદપ્રસાદ શર્મા દ્વારા ફરિયાદ નોંધાતા લીમડી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૮૨૧૦૩૩૨૬૦૧૨૪-૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩ તથા ૬૧ હેઠળ ગુનો નોંધાયો છે.આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તપાસ દરમિયાન ભારતમાલા રોડ પ્રોજેક્ટમાં કાર્યરત સુપરવાઈઝર દેવીસિંહ (રહે. રાજસ્થાન) ની સંડોવણી સામે આવતા તેની ધરપકડ માટે લીમડી પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ: 1.શિવરાજભાઈ દિનેશભાઈ પલાસ – રહે. આંબા, તા. ગોવિંદગુરૂ, લીમડી, જી. દાહોદ 2.ગોવિંદભાઈ દિનેશભાઈ મુનિયા – રહે. સુથારવાસા, તા. ગોવિંદગુરૂ, લીમડી, જી. દાહોદ 3.યશવંતભાઈ મુકેશભાઈ મહંત – રહે. દાહોદ કબજે કરેલ મુદ્દામાલ:અલગ- અલગ જાડાઈના લોખંડના સળીયા (સ્ટીલ) – કુલ ૮,૦૦૦ કિલો, કિંમત રૂ. ૫,૨૦,૦૦૦/- મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નં. GJ-20-X-7946 – કિંમત રૂ. ૮,૦૦,૦૦૦/- સફળ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ: PI એચ.વી. સીસારા PSI એ.કે. કુવાડીયા HC વિપુલભાઈ મંગળાભાઈ HC સરદારભાઈ રામસિંહભાઈ PC નિલેશભાઈ કડકીયાભાઈ PC અશ્વિનભાઈ વાલસિંહભાઈ PC સંજયભાઈ નુરજીભાઈ PC પરબતસિંહ ઠાકરસિંહ આ ગુનામાં વપરાયેલા વાહન પણ કબ્જે લીધું





