લાઈન મેન દિવસની ઉજવણી સંતરામપૂર MGCVL પેટા વિભાગીય કચેરી ખાતે કરવામાં આવી

લાઈન મેન દિવસની ઉજવણી સંતરામપૂર MGCVL પેટા વિભાગીય કચેરી ખાતે કરવામાં આવી
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં આજે તમામ લાઇનમેનની મહેનત અને સમર્પણને સલામ કરીએ છીએ. તમારી સેવા વિના વીજળીની કલ્પના પણ નથી કરી શકાતી આજે લાઇનમેન તરીકે, તમે ઘરો, ઉદ્યોગો અને સમુદાયોને વીજળી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવો છો.
તમારી કુશળતા, શ્રમ અને સમર્પણને સલામ કોર્પોરેટ કચેરીની સૂચના અનુસાર આજે લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર યુ એ સોલંકી ના માર્ગદર્શન હેઠળ સંતરામપુર 1 પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર એ પી કાપડિયા તથા સંતરામપુર 2 પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર એમ ડી રાવલ વળપણ હેઠળ લાઈન મેન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વીજ કંપનીના લાઈન સ્ટાફ કર્મચારીઓ તેમજ વીજ ગ્રાહકો હાજર રહેલ હતા.જેમાં સલામતીના સાધનો સાથે લાઈનની કામગીરી કરવી.તેમજ અકસ્માત ન થાય તેની સમજણ આપવામાં આવી.તથા તમામ લાઈન સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા..




