GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- કંજરી ચોકડી પાસે રોડની સાઈડ ખાડામાં કાર ખાબકી, કારમાં રહેલા દારૂની બોટલો અને ટીનનો મદિરા પ્રેમીઓએ લાભ ઉઠાવ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૪.૨૦૨૫

આજે ગુરુવાર ની વહેલી સવારે ગોધરા તરફ થી વડોદરા તરફ જઈ રહેલી કાર ના ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ગોધરા વડોદરા બાયપાસ રોડ પર કંજરી ચોકડી પાસે રોડ ની સાઈડ માં ખાડામાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા કાર ચાલાક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો બનાવ ને પગલે લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાયેલી કાર માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને બિયર ટીન જોતા લોકો ચોકી ઉઠ્યા હતા.જોકે તે સમયે લોકોએ તક નો લાભ લઇ લોકો દારૂ અને બિયર ટીન લોકો લઇ ભાગી છૂટ્યા હતા. બનાવ ની જાણ હાલોલ પોલીસ ને થતા ઘટના સ્થળે પોહચી રોડ ની સાઇડ માં ખાડામાં ખાબકેલી કાર ને બહાર કાઢી તૂટેલી ફૂટેલી દારૂની બોટલ તથા ટીન મળી આવતા પોલીસે હાલ અજાણ્યા કાર ચાલાક સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે ગોધરાથી વડોદરા તરફ જઈ રહેલી કાર ગોધરા વડોદરા બાયપાસ રોડ પર કંજરી ચોકડી પાસે ધડાકા ભેર લાઈટના થાંભલા સાથે અથડાઈ રોડ ની સાઈડ માં આવેલ ખાડામાં ખાબકી હતી.તેમ છતાં સમય સુચકતા વાપરી તે કાર નો ચાલાક ભાગી છૂટ્યો હતો સર્જાયેલ અકસ્માત ને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર માં જોતા અંદર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને બિયર ટીન દેખાતા લોકો ચોકી ઉઠ્યા હતા.જે તે સમયે અન્ય કોઈ ન હોવાથી દારૂ બિયર ના રસિકો તક નો લાભ લઈ દારૂ બિયર લઇ ભાગી છૂટ્યા હતા બનાવ ની જાણ હાલોલ પોલીસ ને થતા ઘટના સ્થળે પોહચી રોડ ની સાઈડ માં ખાડામાં ખાબકેલી કારને બહાર કાઢી તૂટેલી ફૂટેલી દારૂની બોટલ તથા ટીન મળી આવતા પોલીસે હાલ અજાણ્યા કાર ચાલાક સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!