ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : LCB દ્વારા ઉભરાણથી અહમદપુરા સુધી ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી ₹2.95 લાખનો દારૂ ઝડપાયો

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCB દ્વારા ઉભરાણથી અહમદપુરા સુધી ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી ₹2.95 લાખનો દારૂ ઝડપાયો

અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી રોકવા પોલીસે ખાસ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. તેની જ એક સફળ કામગીરીમાં જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો માલપુરથી સાઠંબા તરફ ફિલ્મી ઢબે પીછો કરી મોટો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

મેઘરજ મૂડશીનો રહેવાસી નાનજી જેલા ખાંટ પોતાના સાગરીતો સાથે રાજસ્થાનના ઠેકા પરથી વિદેશી દારૂ ભરેલી કારમાં સાઠંબા તરફ જઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી એલસીબીને મળતા ઉભરાણ નજીક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. બાતમી મુજબની કાર આવતા જ પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બુટલેગર પૂરુઝડપે કાર હંકારી ભાગી છૂટ્યો હતો.

એલસીબી પીઆઇ એમ.એચ. ઝાલા તથા તેમની ટીમે તાત્કાલિક પીછો શરૂ કર્યો હતો. ફિલ્મી ઢબે ચાલેલા પીછા દરમિયાન બુટલેગરો અહમદપુરા ગામ નજીક કાર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન – નંગ 1176, કિંમત ₹2,95,680 કાર સહિત કુલ મુદ્દામાલ – ₹6,95,000 જપ્ત કર્યા હતા.ફરાર બુટલેગરો વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાઈ, તેમને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!