
રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ
ઠેર ઠેર કેક , ચોકલેટ, નિયાઝ નું આયોજન , ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
રાજપીપલા ; જુનેદ ખત્રી
આજે ઈસ્લામિક વર્ષના ત્રીજો મહિનો રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે ઇસ્લામના મહાન પયગંબરનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે રાજપીપળામાં પણ ઈદ-એ-મિલાદની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ હતી
રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મળસ્કે સલાતો સલામ પઢવામાં આવી હતી મસ્જિદોમાં ફઝરની નમાજ અદા કરાઈ હતી ત્યારબાદ જુમા મસ્જિદ ખાતેથી ઝુલુસનું આયોજન કરાયું હતું જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઉપરાંત ઠેર ઠેર કેક , ચોકલેટ, નિયાઝ નું આયોજન કરાયું હતું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો
આજના દિવસે ગરીબો ને ખવડાવવું, દાન કરવું તેમજ સમાજીક ઉત્થાન કર્યો લોકો કરતા હોય છે આજના પ્રસંગે મુસ્લિમ અગ્રણી એવા સૈયદ સુબ્હાની બાપુએ જણાવ્યું હતું કે મોહમ્મદ પયગંબર સાહેબને સમગ્ર વિશ્વ માટે રહેમત બનાવી ને મોકલવામાં આવ્યા તેમના સદકામા દુનિયા બની ઉપરાંત મોહમ્મદ પયગંબર સાહેબે આપેલા ઉપદેશ માથી એક ઉપદેશ ટાંકીને વાત કરતા જણાવ્યું કે પડોશીનો ખ્યાલ રાખો તેને તકલીફ ના પહોંચે તે જુઓ આ ઉપદેશનો જો દરેક અમલ કરી લે તો સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ કાયમ થઈ શકે છે તેમ એઓએ જણાવ્યું હતું




