સંતરામપુરની મોહમ્મદી સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ ઉપર ઈકો કાર ફસાતા સ્થાનિક લોકો પરેશાન…

સંતરામપુરની મોહમ્મદી સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ ઉપર ઈકો કાર ફસાતા સ્થાનિક લોકો પરેશાન…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કારગીલ પ્રેટોલ પંપ સામે નગરપાલિકા દ્વારા વરસાદી પાણી નાં નિકાલ માટે આરસીસી પાઇપો નાખવાની કામગીરી હાથ ધરી છે ને પાઈપો દાબી ને પછી માટી જે ખોદકામ કરતાં નિકળેલી તેજ માટી થી પાઈપો પર પુરાણ કરતાં વરસાદ વરસતા ને માટી નું ધોવાણ થતાં ત્યાંથી પસાર થતી ઈકો કાર પુરાણ વ્યવસ્થિત ન કરેલ હોય, આ કામ કરનાર એજન્સી દ્વારા માટીને બરાબર દાબીને પૂર્ણ કરવામાં નહીં આવતા મોહમ્મદી સોસાયટીમાં જનાર કાર માલિક ઈકો કાર સાથે ફસાઈ ગયેલ જેને બહાર કાઢવા ઈકો ચાલક ને મોહમ્મદી સોસાયટીના રહીશો દ્વારા ભારે જહેમત ઉઠાવી કારને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી પડી હતી..
લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આ કામ કરનાર કોન્ટ્રાકટર ની ખાડામાં વ્યવસ્થિત રીતે પુરાણ ની કામગીરી નહીં કરાતાં ને નગરપાલિકા સંતરામપુર નાં સત્તાધીશો દ્વારા ને ચીફ ઓફિસર દ્વારા ચાલતાં કામો પર દયાન નહીં રખાતાં ને જરૂરી નીરીક્ષણ નહીં થતાં કામગીરી કરનાર એજન્સીઓ આડેધડ કામગીરી કરતી હોય નગરજનોને અને વાહનચાલકો ને રાહદારીઓ ને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.




