GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓએ મનમૂકીને ગરબાની રમઝટ બોલાવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦૧૦.૨૦૨૪

આદ્યશક્તિ ની આરાધનાના પર્વ એવા આસો નવરાત્રી ની ઉજવણી હાલોલ નગર ખાતે ઉમંગ સાથે કરવામાં આવી રહી છે.જે અંતર્ગત હાલોલ નગરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ માં ગરબા રસિકો ખેલૈયાઓથી ખસોખચ ભરેલા જોવા મળી રહ્યા છે. માતાજીના ભક્તો જગત જનનીની આરાધનામાં મગ્ન બની ગરબે ઘૂમી રહ્યા છે.તેમાં પણ નવરાત્રીના સાતમા નોરતે વરસાદ વરસતા એક સમયે એવું લાગતું હતું કે ગરબા બંધ રહેશે. પરંતુ કલા વૃંદ દ્વારા ઢોલક ની સાથે સંગીતમય ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓ વરસાદ માં પણ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. કેટલાક ખેલૈયાઓ છત્રી લઈને પણ ગરબા ગાતા જોવા મળ્યા હતા.વરસાદી માહોલમાં ગરબાનો માહોલ કઈ અલગ જોવા મળ્યો હતો.હાલોલ નગર ખાતે આવેલ આકર્ષણ ગરબા મેદાનો જેવા કે પૂણમ પાર્ટી પ્લોટ ખાતે વિશ્વામિત્ર ગ્રુપ, કંજરી રોડ મધુવનપાર્ક ખાતે શિવાય ગ્રુપ મધુવન પાર્ક ગાંધી ચોક ખાતે ઝેડવાયએસ ગ્રુપ, તેમજ ફુલાભાઈ પાર્ક ના ગરબા મેદાનો પર પર મોડી રાત સુધી ખેલૈયાઓ વરસાદી માહોલમાં મન ભરી ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં જ્યાં મોટા ગરબા થાય છે ત્યાં નગરના અન્ય વિસ્તારોમાં કાયદો ને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો નવરાત્રીની આરાધના કરે તે અર્થે પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!