જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર કોલેજ માં અખંડ ભારત સંકલ્પ દિવસ પર સેમિનારનું આયોજન કરાયું

15 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર કોલેજ માં અખંડ ભારત સંકલ્પ દિવસ પર સેમિનારનું આયોજન કરાયું બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર માં આજ રોજ 14 ઓગસ્ટ 2025 ને સવારે 8:00 થી 10 કલાક દરમિયાન વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સના બોટની વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ.ધ્રુવ પંડ્યા દ્વારા વિષય અનુરૂપ PPT પ્રેઝન્ટેશન દ્વારા મૂળ ભારતીય રાષ્ટ્ર તરીકેની પરિકલ્પના અને દેશ વચ્ચેનો તફાવત સુસ્પષ્ટ રીતે ઉદાહરણ સહિતની સમજૂતી આપી. તથા ભારતથી વિસરાઈ ગયેલા એટલે કે રાષ્ટ્રથી છૂટા પડેલા વિવિધ દેશો અને ત્યાં સનાતન સંસ્કૃતિના અવશેષો વિશે વિગતે માહિતી અપાઈ હતી.જેમાં કોલેજના 143 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપક મિત્રો હાજર રહ્યા હતા.કાર્યક્રમનો અંત સમૂહ રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ સેમીનારનું આયોજન કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.રાધાબેન પટેલના માર્ગદર્શકથી ડૉ.મિહિરભાઈ દવે, ડૉ. કલ્પનાબેન તથા ડૉ વિજયભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.





