DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ નગરપાલિકા માં વોર્ડ નંબર 2 માં ભાજપ દ્વારા આયાતી ઉમેદવાર ને ટિકિટ ની ફાળવણી કરવામાં આવતા સ્થાનિકો નો વિરોધ

તા.૧૦.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નગરપાલિકા માં વોર્ડ નંબર 2 માં ભાજપ દ્વારા આયાતી ઉમેદવાર ને ટિકિટ ની ફાળવણી કરવામાં આવતા સ્થાનિકો નો વિરોધ
દાહોદ શહેર ના વોર્ડ નંબર 2 માં બક્ષીપંચ ની બેઠક પર વોર્ડ નંબર 1 ના આયાતી ઉમેદવાર દર્શિત દિવાકર ને ભાજપે ટિકિટ ફાળવણી કરતા સ્થાનિકો એ નારે બાજી કરી વિરોધ નોંધાવ્યો ભાજપ જો બોર્ડ નંબર 2 ના બક્ષીપંચ ઉમેદવાર ને ટિકિટ નહીં આપે તો મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી વોર્ડ નંબર 2 ના યાદવ સમાજના લોકો એ ટિકિટ ફાળવણી મુદ્દે વિરોધ નોંધાવતા રાજકારણ માં ગરમાવો દાહોદ નગર પાલિકા માં એક તરફ ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપ માં ભડકો થયો છે તો બીજી તરફ હવે વોર્ડ નંબર 2 માં સ્થાનિકો એ પણ ભાજપ સામે બાંયો ચઢાવતા ભાજપ એક સાંધે ને તેર તૂટે તેવો ઘાટ સર્જાયો





