
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ–વલસાડ રોડ પર આવેલા વાવ ફાટક નજીક વારંવાર થતા જીવલેણ અકસ્માતોને લઈને વેણફળીયા અને બંધાડફળીયા ગામના રહેવાસીઓએ ખેરગામ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, વાવ ફાટક પાસેનો વળાંક અત્યંત જોખમજનક છે અને ત્યાં બમ્પર ન હોવાને કારણે વાહનચાલકો બેફામ ગતિએ વાહન હાંકે છે, જેના પરિણામે અનેક વખત જાનહાનિ સહિત ગંભીર અકસ્માતો બન્યા છે.સ્થાનિકોએ અગાઉ પણ પ્રશાસન તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ મૌખિક રજૂઆતો કરી હતી, છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. તેથી મામલતદારને રજૂઆત કરી ચીખલી આર એન્ડ બી વિભાગને તાત્કાલિક બમ્પર સ્થાપિત કરવાની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.આ બાબતે નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું કે, “ખેરગામ–વલસાડ રોડ પર વાવ ફાટકનો વળાંક અત્યંત ખતરનાક છે. આર એન્ડ બી વિભાગે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક પગલાં લઇ લોકોને સુરક્ષા પૂરી પાડવી જોઈએ.”આ અવસરે નિતેશ પટેલ, જીજ્ઞેશ પ્રધાન, શૈલેષ પટેલ, કાંતિલાલ પટેલ, જગદીશ પટેલ, સુરેશભાઈ પટેલ, જયુફભાઈ પટેલ, અર્જુનભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ જગદીશ પટેલ સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા.



