ભંગોરીયાનો મેળામાં હોળીના રામઢોલ,થાળી, ઘૂઘરા અને વાંસળી તાલે સ્થાનિકો ઝુમ્યા.

આદિવાસી વસ્તી ધરાવતો છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતા પણ વધારે મહત્વ હોળીનું હોય છે. હોળીનો પર્વ ધામધૂમ પૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે. હોળીના તહેવારમાં ભંગોરિયાના મેળા હોળીના સાત દિવસ પહેલા જે સ્થળે અઠવાડિક હાટ ભરાતા હોય તે સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ . આ હાટમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ( મસાલા, વાસણ, અનાજ, કરીયાણુ, કાપડ) ખરીદવા અર્થે ગામજનો આવે છે .
આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ, ત્રાંસા અને પીહા લઈ નાચગાન પણ કરે છે. આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં ઝોઝના હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાની શરૂઆત થઈ હતી. છોટાઉદેપુરના ભંગોરિયાના મેળામા આદિવાસીઓ રામ ઢોલ સાથે ઝૂમી ઉઠ્યા હતા . છોટાઉદેપુર આસપાસના ગામની ટુકડીઓએ શનિવારના હાટ રામઢોલના તાલે ઝૂમી ઉઠી હતી. આજે પણ ભંગોરીયાના મેળામાં આદિવાસીઓને ભારે ઉત્સાહથી મનાવે છે . જુદા જુદા ગામના પુરુષ- મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ, મહિલાઓના આભૂષણ અને રામઢોલ, પીહો, ઘુઘરાના તાલ પર લયબંધ પરંપરાગત નૃંત્ય કરતા ગ્રામજનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા .
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર




