GUJARATLODHIKARAJKOTRAJKOT CITY / TALUKO

Lodhika: લોધિકા તાલુકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી.

તા.૧૮/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Lodhika: રાજકોટ જિલ્લાની લોધિકા તાલુકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી. આ મેળામાં ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા દાંડીકૂચ, ચંપારણ સત્યાગ્રહ સર્વોચ્ચ અદાલત,મૂળભૂત અધિકારો જેવા મુદ્દા ઉપર મોડેલો બનાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત બાળકો દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના જુદા જુદા રમકડાઓ અને રમતો પણ બનાવવામાં આવી હતી. જેમાં સાપસીડી ગુજરાતનો નકશો ચકડોળ જેવી રમતો બનાવવામાં આવી હતી. આ મેળામાં રાતૈયા ગામના સરપંચ શ્રી મહાવીર સિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી સંજયભાઈ, ગામના આગેવાનો શ્રી જયદેવસિંહ જાડેજા, શ્રી શક્તિસિંહ જાડેજા તેમજ અન્ય ગ્રામજનોએ તથા વાલીઓ એ હાજરી આપી હતી.

આ ઉપરાંત તાલુકાની અન્ય શાળાઓમાંથી સામાજિક વિજ્ઞાનના શિક્ષકોએ બાળકો સાથે આ મેળાની મુલાકાત લીધી હતી. શાળાના બાળકોએ ઉત્સાહભેર મેળામાં ભાગ લઈ પ્રોજેક્ટ અને મોડેલોની માહિતી આપી હતી. શાળાના આચાર્ય સંજયભાઈ મારકણા તથા મેહુલભાઈ ગઢવીના સહયોગથી મેળાનું પ્રદર્શન યોજાયું હતું. આ સામાજિક વિજ્ઞાન મેળાનુ આયોજન રાતૈયા પ્રાથમિક શાળાના શિક્ષકો શિલ્પાબેન, કવિતાબેન, રીટાબેન અને રીનાબેન દ્વારા ખુબ સુંદર રીતે પૂર્ણ થયું હતું.

Back to top button
error: Content is protected !!