MORBI – WAKANER – HALVAD મોરબી શહેર – વાંકાનેર – હળવદમાં જાહેરમાં જુગાર રમતા ૩૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા

MORBI – WAKANER – HALVAD મોરબી શહેર – વાંકાનેર – હળવદમાં જાહેરમાં જુગાર રમતા ૩૪ પત્તાપ્રેમીઓ ઝડપાયા
મોરબી જીલ્લામાં મોરબી શહેર ઉપરાંત વાંકાનેર શહેર અને તાલુકા તેમજ હળવદ તાલુકામાં જાહેરમાં જુગાર રમતા ૩૪ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ રેડ મોરબી શહેરના ભવાની ચોકમાં કરી હતી જેમાં જાહેરમાં જુગાર રમતા ઇમરાન ઉસ્માન સોલંકી, તૈયબ ઈસ્માઈલ કુરેશી, આરફીખાન કાસમખાન ખોરમ, ઇકબાલ ઉસ્માન શેખ અને અબ્દુલ કાદર સમા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૭૪૫૦ જ્પ્ત કરી છે બીજી રેડ મોરબી પંચાસર રોડ ભારતપરામાં જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેશભાઈ નટુભાઈ પંચાસર, અનિલભાઈ નટુભાઈ પંચાસરા, બાબુભાઈ હાજીભાઇ સુમરા, જયેશ કિશોરભાઈ પંચાસરા, કાસમ અબ્દુલ શાહમદાર અને કિશોર નટુભાઈ પંચાસર એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૫૬૦૦ જપ્ત કરી છે ત્રીજી રેડ મોરબી બી ડીવીઝન પોલીસે ઉમિયાનગર ઢાળ ઉપર શેરીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા મનુભાઈ મેરાભાઈ મકવાણા, કિશન નાગરભાઈ સુમેરા અને રાહુલ વિનોદભાઈ વઢરૂકીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૬૬૦ જપ્ત કરી છે ચોથી રેડ બી ડીવીઝન પોલીસે ત્રાજપર ખારી રામકુવા પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા કાનજી ભરતભાઈ રાઠોડ, જનક અશોકભાઈ ભલસોટ અને ભરત વેરશીભાઈ વઢીયારા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૩૫૦ જપ્ત કરી છે
પાંચમી રેડ બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગર ખોડીયાર માતાજી ચોક સામેની શેરીમાં કરી હતી શેરીમાં નાકા પાસે જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર બાબુભાઈ માનેવાડિયા અને ગૌતમ પરષોતમભાઈ સાગઠીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૨૦૦ જપ્ત કરી છે છઠ્ઠી રેડ વાંકાનેર સીટી પોલીસે જીનપરા શેરી નં ૧૨ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા સલીમ રજાક કુરેશી, વિજય ઉર્ફે કાનો પરષોતમ વીંઝવાડિયા અને સાગર છ્લાભાઈ કોળી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૨૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સાતમી રેડ વાંકાનેર સીટી પોલીસે નવાપરા શેરી નં ૦૧ પાસે ખુલ્લા પટમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા ગણેશ હકાભાઇ ઉધરેજા, સાહિલ શંકરભાઈ સારલા અને લાલજીભાઈ ઉર્ફે ગોગો શીવાભાઈ કોળી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૩૧૧૦ જપ્ત કરી છે
આઠમી રેડ વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામે કરી હતી માટેલ ગામે આવેલ મેલડી મંદિર ચોકમાં જાહેરમાં જુગાર રમતા સાગર ઘોઘજીભાઈ વિંજવાડિયા, બાબુભાઈ સવાભાઇ ડાભી, લાલજીભાઈ ઉર્ફે લાલો ટીસાભાઈ સરાવાડિયા અને બળદેવભાઈ અશોકભાઈ વિંજવાડિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૩૦ જપ્ત કરી છે નવમી રેડ હળવદ પોલીસ ટીમેં પંચમુખી મહાદેવ મંદિર સામે શેરીમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા જીતુભાઈ બાબુભાઈ ગોહિલ, રવિભાઈ વાલજીભાઈ મકવાણા, સચિન ભરતભાઈ મિયાત્રા, ગણેશ રાયસંગભાઈ થરેસા અને મગન જીવરાજભાઈ જાદવ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૫૦૦ જપ્ત કરી છે









