GUJARATLODHIKARAJKOT CITY / TALUKO

Lodhika: ગેરરીતી કરનાર લોધિકા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરતા જિલ્લા વિકાસ અધિકારી

તા.૨૧/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ગેરરીતિમા સામેલ તલાટી કમ મંત્રીને ફરજ મોકુફ કરાયા

Rajkot, Lodhika: લોધિકા તાલુકાના લોધિકા ગામમાં ૧.૦૪ ગુઠા મંજુર થયેલ નવા ગામતળ લે-આઉટ પ્લાનમાં ૩૦૦ ચો.વાર ક્ષેત્રફળના પ્લોટ નં.૬ પર લોધિકા ગામના સરપંચ શ્રી સુધાબેન કિશોરભાઈ વસોયાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીને જાણ કર્યા વગર તથા કોઈપણ જાતની પરવાનગી વગર થોરડી રોડ ઉપર આવેલ આ પ્લોટ નં.૬ના સબ પ્લોટીંગ અને દસ્તાવેજ કરી ખુલ્લી હરરાજી કર્યા વગર મળતીયાઓને પ્લોટ ફાળવી દીધો હતો.

સરપંચ દ્વારા પ્લોટ નં. ૬/૧ અને પ્લોટ નં.૬/૨નુ તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ વેચાણ કરેલ છે, વધુમાં હરરાજીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાના અને હરરાજીની સંપૂર્ણ કાર્યવાહી કરવાના તાલુકા વિકાસ અધિકારીશ્રીના અધિકારની ઉપરવટ થઈ મનસ્વી રીતે હરરાજીની અપસેટ પ્રાઈઝ નક્કી કરીને અન્ય કુલ ૧૪ પ્લોટની સંપૂર્ણ હરરાજીની પ્રક્રિયા સરપંચ દ્વારા પૂર્ણ કરી પોતાના મળતીયાઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે દ્વારા લોધિકા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુધાબેન કિશોરભાઈ વસોયાને પંચાયત ધારાના નિયમ મુજબ દુર્વર્તન, અધિકારોનો દુરુપયોગ, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, સત્તા બહારના કૃત્યો કરવા વગેરે આચરણ માટે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે તલાટી કમ મંત્રી બી.એલ.મકવાણા દ્વારા સરપંચ સાથે મેળાપીપણું કરી ગેરરીતિ આચરવામાં આવેલ હોય તલાટી કમ મંત્રીને પણ ફરજ મોકુફ કરવામાં આવેલ છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!