GUJARATLODHIKARAJKOTRAJKOT CITY / TALUKO

Lodhika: લોધિકા તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ફેબ્રુઆરીએ યોજાશે

તા.૬/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Lodhika: લોધિકા તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ને બુધવારે મામલતદાર કચેરી, લોધિકા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, રાજકોટના અધ્યક્ષસ્થાને યોજાશે. જે અંગે પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારને તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં મોકલવાના રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગે કોર્ટમાં કેસ ચાલુ હોય તે બાબત, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો અને આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલા પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહીં. તેમજ પ્રથમ વખત અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજૂ કરવા નહીં, આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પૂરાવા સાથે આપવાની રહેશે, તેમ મામલતદારશ્રી, લોધિકાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!