NANDODNARMADA

નર્મદા : સ્ટેટ રિવ્યુ મિશન ટીમ દ્વારા નર્મદા જિલ્લાના આરોગ્ય ફેસિલિટીઓની મુલાકાત લીધી

નર્મદા : સ્ટેટ રિવ્યુ મિશન ટીમ દ્વારા નર્મદા જિલ્લાના આરોગ્ય ફેસિલિટીઓની મુલાકાત લીધી

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

SHSRC આરોગ્ય વિભાગ ગાંધીનગર (સ્ટેટ રિવ્યુ મિશન ટીમ) દ્વારા તા. ૮ મી ડિસેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયન નર્મદા જિલ્લાના વિવિધ આરોગ્ય ફેસિલિટીઓની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્ટેટ ટીમ દ્વારા જિલ્લા સ્તરેથી લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધીની સુવિધાઓનું અવલોકન કરી, ત્યાં ચાલી રહેલી આરોગ્ય સેવાઓ, સ્ટાફની ઉપલબ્ધતા, સાધનસામગ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની અમલવારી અંગે સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સ્ટેટ રિવ્યુ મિશન ટીમની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન ટીમ દ્વારા નર્મદા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલી કામગીરી અંગેનો એનાલિસિસ રિપોર્ટ વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જિલ્લાની વિવિધ આરોગ્ય ફેસિલિટીઓમાં જોવા મળેલી ઉત્તમ કામગીરી, નવીન પહેલો તેમજ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને બિરદાવવામાં આવી હતી. સાથે જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત માટે જરૂરી સુધારા, સ્ટાફની જરૂરિયાત, ઉપકરણોની ઉપલબ્ધતા વધારવા જેવી બાબતો અંગે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતાં.

બેઠક દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ મજબૂત, સુલભ અને અસરકારક બનાવવા માટે જરૂરી કામગીરી પર વિગતવાર ચર્ચા થઈ હતી. જિલ્લા આરોગ્ય વ્યવસ્થાને વધુ ક્ષમતા ધરાવતી બનાવવા માટે સ્ટેટ રિવ્યુ મિશન ટીમ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને ધ્યાનમાં રાખી આગામી સમયમાં સુચિત સુધારાઓ અમલમાં મૂકવા અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!