GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ-અમદાવાદ રોડ પર માર્ગ મરામત
તા.૨૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યભરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રસ્તાઓ અને પુલોનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
જેના ભાગરૂપે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રાજકોટ ડિવિઝન દ્વારા કુવાડવા ખાતે આવેલા સાત હનુમાન મંદિર પાસે રાજકોટ-અમદાવાદ રોડ પર માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ વાહનચાલકો માટે સરળ અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.