Lodhika: લોધીકા આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે “પોષણ ઉત્સવ–૨૦૨૫” યોજાયો
તા.૨૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન અન્વયે નાગરિકોને પોષક આહાર અપનાવવા અને જંક ફુડનો ઉપયોગ ટાળવા અંગે જાગૃત કરાયા
Rajkot, Lodhika: લોધીકા,આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે તાલુકા કક્ષાનો “પોષણ ઉત્સવ–૨૦૨૫”નું આયોજન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં આઇસીડીએસના બહેનોએ પોષક આહારના ફાયદા, મિલેટ્સનુ મહત્વ, ટેક હોમ રેશનના લાભો, ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ ઉપરાંત મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત સ્થૂળતા બાબતે જાગૃતિ, ખાંડ અને તેલનો વપરાશ ઘટાડવા બાળકો, કિશોરીઓ તથા માતાઓને જાણકારી આપી, પોષણ સમૃદ્ધ જીવનશૈલી અપનાવવા માર્ગદર્શન અપાયું હતું.
આ અવસરે લોધિકા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ચાંદલી ગામના સરપંચશ્રી, તાલુકા શિક્ષણાધિકારીશ્રી, લોધિકા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી , કેળવણી નિરીક્ષકશ્રી, આરોગ્ય કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકો આ પોષણ ઉત્સવમાં હાજરી આપીને “સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક” અને “સ્વસ્થ ભારત – પોષિત ભારત”ના નિર્માણમાં સહભાગી થયા હતા.
કાર્યક્રમમા T.H.R અને મિલેટસમાંથી વાનગી સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. જેમાં T.H.R માંથી પ્રથમ માતૃશક્તિ હાંડવો (અરુણાબેન હરિયાણી) , દ્વિતીય બાલશક્તિમાંથી કેક ( રીધીબેન લશ્કરી), અને તૃતીય બાલશક્તિ ખજુર લાડુ વિજેતા બન્યા હતા. મિલેટસમાંથી પ્રથમ રાગીની ચોકલેટ (મીનાબેન જાદવ), દ્વિતીય જુવાર સરગવાના ઢોકળા ( સ્વાતિબેન સોંદરવા ), તૃતીય બાજરી રાજગરાના ઘૂઘરા( કુંદનબેન ગોસાઈ) વિજેતાને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.