Lodhika: લોધીકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં યોજાયો

તા.૧૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Lodhika: ગઈકાલે લોધિકા તાલુકામાં લોધીકા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સમર્થન માટે આવ્યા તેમ જ ભાજપ અને કોંગ્રેસમાંથી 100 થી વધારે હોદ્દેદારો અને કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા પ્રદેશ મંત્રી શિવાજીભાઈ ડાંગર રાજકોટ જિલ્લા યુવા પ્રમુખ અંકુરભાઈ રાણપરીયા અને ખાસ જામજોધપુરના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા અને પ્રકાશભાઈ દોંગા દ્વારા વક્તવ્ય આપી એક નવી ઊર્જાનો સંચાર કરવામાં આવ્યો અને હવે વિસાવદર વાળી થાય તો નવાઈ નહીં આ વાત જન જન સુધી પહોંચાડવા માટે લોકોએ સમર્થન જાહેર કર્યું સાથો સાથ લોધીકા તાલુકાના અને જિલ્લાના હોદ્દેદારોએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કર્યું
ભાજપમાંથી લોધિકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ જયેશભાઈ સરધારાની ટીમ તેમજ મોટા વડામાંથી ભાજપ છત્રપાલસિંહ જાડેજા ની ટીમ નગર પીપળીયા માંથી કોંગ્રેસ સુરેશભાઈ રામાણીની ટીમ અને અન્ય આગેવાનો પાર્ટીમાં જોડાય સ્વાસ્થ્ય શિક્ષણ અને ભ્રષ્ટાચાર મુક્ત માટે કામ કરીશું રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપર
રાજકોટ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂના હડા ચાલે છે જરૂર પડશે તો જનતા રેડ કરીશું તેજસ ગાજીપરા






