Lodhika: લોધીકા તાલુકાની શ્રી વડવાજડી પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન મેળાનું આયોજન.

તા.૪/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
શ્રી વડ વાજડી પ્રાથમિક શાળાના શિક્ષક વરસાણી અસ્મિતાબેન ની એક નવી પહેલ.
Rajkot, Lodhika: આજના આ સ્પર્ધાત્મક યુગમાં જો સૌથી વધારે કોઈ વિષય જરૂરી હોય તો તે છે સામાજિક વિજ્ઞાન આ વિજ્ઞાનને આ વિષયને રસપ્રદ બનાવવા માટે રાજકોટ જિલ્લાની લોધિકા તાલુકાની શ્રી ભળવા જેવી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી અસ્મિતાબેન વરસાણીએ પોતાની સ્કૂલમાં તારીખ 2/12/ 24, ગુરુવાર ના રોજ સામાજિક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું. જેમાં તેમણે ધોરણ 6 થી 8 ના અભ્યાસક્રમ ને લગતા મુદ્દાઓ ના મોડેલો અને ચાર્ટ રજૂ કર્યા હતા. જેમાં અવનવા વર્કિંગ મોડેલ, કાયદામાં થયેલ ફેરફાર ના ચાર્ટ તથા ઇતિહાસને લગતા મોડેલો મૂકવામાં આવ્યા હતા. તેમની શાળાના બાળકોએ તો આ મેળાનો લાભ લીધો જ પરંતુ લોધીકા તાલુકાની શ્રી ખીરસરા પ્રાથમિક શાળા અને છાપરા પ્રાથમિક શાળાના બાળકોએ પણ આ મેળાનું પ્રદર્શન નિહાળી સમજ મેળવી હતી. આ બદલ અસ્મિતાબેન ને ખુબ ખુબ અભિનંદન. જો જો શિક્ષણ ક્ષેત્રે આ નવી પહેલ ને આગળ વધારવામાં આવે તો ભવિષ્યમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનની જેમ સામાજિક વિજ્ઞાનનું પ્રદર્શન ગોઠવી શકાય છે બાળકો માટે ખૂબ જ જરૂરી છે આ સ્પર્ધાત્મક યુગમાં બાળકોને સામાજિક વિજ્ઞાનમાં રસ લેતા કરવા માટે આવા પ્રદર્શન ખૂબ લાભકારી છે.
આજના જમાનામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ પ્રશ્નો સામાજિક વિજ્ઞાન વિષય માંથી તથા જનરલ નોલેજમાં થી પૂછવામાં આવે છે તો આ વિષયને રસપ્રદ બનાવવા તથા બાળકોમાં તેની જાણકારી પ્રાપ્ત કરવા માટે આ સામાજિક વિજ્ઞાન મેળાનું શિક્ષણ ક્ષેત્રે શરૂઆત કરવી જ જરૂરી છે.





