Lodhika: ધો.૮ અને ધો.૧૦ પાસ વિદ્યાર્થીઓ રોજગાર લક્ષી કોર્સમાં પ્રવેશ મેળવી શકશે
તા.૧૦/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આઈ.ટી.આઈ લોધિકામાં કોમ્પ્યુટર કોપા, મીકે.ડીઝલ, ઇલેક્ટ્રિશિયન વગેરે કોર્સ ઉપલબ્ધ
Rajkot, Lodhika: લોધિકાના ખીરસરામાં ચીભડા ચોકડી પાસે આવેલ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિવિધ કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકાશે.
જે પૈકી ધો.૧૦ પાસ માટે કોમ્પ્યુટર કોપા, મીકે.ડીઝલ, ફીટર, ઇલેક્ટ્રિશ્યન અને બ્યુટી પાર્લર કોર્સ તથા ધો.૦૮ પાસ માટે સીવણ અને વાયરમેન જેવા રોજગારલક્ષી કોર્સમા પ્રવેશ માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈન શરૂ કરાઈ છે.
પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ સવારના ૧૦ કલાકથી સાંજના ૫ કલાક દરમ્યાન સંસ્થા ખાતે સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ ભરવા માટે તથા વધુ માહિતી માટે https://itiadmission.gujarat.gov.in/ વેબસાઈટ ઉપલબ્ધ છે. તથા સંસ્થાનાં ફોન નં. ૦૨૮૨૭ ૨૯૯૫૬૬ પર સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.