હાલોલ ટાઉન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૧.૨૦૨૬
હાલોલ ટાઉન પોલીસ મથકે આજે શુક્રવારના રોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત ની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો.યોજાયેલ લોકદરબાર માં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજા સહિત પોલીસ કર્મીઓ તેમજ હાલોલ નગર પાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઇ,હાલોલ રીક્ષા એશોશિએશન, હાલોલ કરિયાણા એશોશિએશન નગર ના અગ્રણીઓ, હાલોલ મુસ્લિમ સમાજ ના અગ્રણી સલીમભાઈ સરજોન,અજીજુલભાઈ દાઢી,સમીરભાઈ બઝારવાલા તેમજ પંચમહાલ જિલ્લા વિશ્વહિન્દુ પરિષદના પ્રમુખ વિનોદભાઈ વાનાણી સહીત હિન્દૂ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.યોજાયેલ લોકદરબાર માં ઉપસ્થિત નગરજનો તેમજ વેપારીઓએ પોતાને પડતી તકલીફો બાબતે વાકેફ કર્યા હતા જયારે પોલીસે પણ સાથે સાથે તેઓ ને કામગીરીમાં સહકાર આપવા જણાવ્યું હતું.હાલોલ માં ખાસ કરી ને આડેધડ પાર્કિંગ, ટ્રાફિક ની સમસ્યા માથાના દુખાવા સમાન હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી ભારે હાલાકી ને રજુવાત ઉપરાંત નાગરિકોની સુરક્ષા અને જાહેર સુવિધાઓ અંગે ચર્ચા કરાઈ હતી.પોલીસે પણ સમસ્યા ની નિરાકરણ બાબતે બાંહેધરી આપી હતી.આ ઉપરાંત નગર બનેલ પાંચ માસ ના બાળક નું થયેલ અપહરણ કેસમાં નગરમાં ઠેર ઠેર દુકાનો તેમજ ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમરે ને લઇ શોડખોળ મળેલ સફળતામાં પોલીસે પણ આભાર માન્યો હતો.તેવી જ રીતે દરેક દુકાન ઓફિસ માં અંદર લાગેલા કેમેરે બહાર ની તરફ પણ લગાવવા માટે અપીલ કરાઈ હતી.સાથે સાથે નગર ની સુરક્ષા વધારવા નગર ના તાતાં વિસ્તારોમાં તબક્કાવાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તેમ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. જેના કારણે થતા ગુણ ટાળી શકે. પોલીસ અને પબ્લિક વચ્ચે નું અંતર ઘટે તેવા અશક્ય સાથે યોજાયેલ લોકદરબારમાં બંને તરફ થી સહકાર ની અપેક્ષા સેવાઈ હતી. પોલીસે પણ આ રજુવાતો ફક્ત લોકબદરબાર પૂરતી નહી તેમ જણાવ્યું હતું.









