પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં નવસારી શહેરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. આજે વિધાકુંજ સ્કૂલ નજીક મનપા ના એન્જિનિયર,ડેપ્યુટી એન્જિનિયર તથા આસિસ્ટન્ટ એન્જિનિયરઓ ખડે પગે ઉભા રહી રસ્તા તાત્કાલિક ધોરણે સમારકામ કરાવતા આ વિસ્તારના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણદેવી-ઇટાડવા માર્ગ પર આવેલા વિદ્યાકુંજ સ્કૂલ નજીક રોડના પેચ વર્કની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી નવસારી શહેરના નાગરિકોને ટ્રાફિકની કોઈપણ અસુવિધા ઉભી ન થાય તે માટે યોગ્ય બેરિકેટિંગ કરવામાં આવ્યું હતું તથા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયંત્રણ રાખી કામગીરી તાત્કાલિક અને સુવ્યવસ્થિત રીતે પેચ વર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પેચવર્ક કામગીરી દરમિયાન મહાનગરપાલિકા સીટી એન્જિનિયરશ્રી, ડેપ્યુટી એન્જિનિયર તથા આસિસ્ટન્ટ એન્જિનિયરશ્રીઓ ખડે પગે રૂબરૂ ઉભા રહી કાર્યની દેખરેખ રાખી હતી, જેનાથી કામગીરી વધુ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થઈ શકી હતી. આ કાર્ય શહેરના માર્ગ વિકાસ અને જાહેર સલામતી માટે ખુબજ મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.