ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા,મોડાસામાં ભગવાન જગન્નાથની ૪૨મી રથયાત્રા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા,મોડાસામાં ભગવાન જગન્નાથની ૪૨મી રથયાત્રા

અરવલ્લી જિલ્લામાં ખુબજ ઉત્સાહભેર રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજ્યા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં વિશ્વ હિન્દૂ પરિષદ, દુર્ગા વાહિની તેમજ માતૃ શક્તિ દ્વારા તલવાર ની કરવતો આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા, ઉપરાંત જાદુનો શો પણ બતાવવા આવ્યો હતો ,ટ્રેક્ટર,અનેક ભજનમંડળીઓ જોડાઇ છે.ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.બીજી તરફ શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા અરવલ્લીના પ્રરિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રા કાઢવામાં આવી.નવા બનાવાયેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નિકળી.મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા

 

 

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button