GUJARATLUNAWADAMAHISAGAR

લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે 21 મો નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે 21 મો નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર… અમીન કોઠારી  મહીસાગર

 

આજરોજ લુણાવાડા ખાતે કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે 21 મો સર્વે નિદાન કેમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટા મોટા શહેરોમાંથી મોટી મોટી બીમારીઓની સારવાર મળી રહે એવા ડોક્ટરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા સાથે સાથે દવાઓની જે સારી કંપનીઓ છે તેના સ્પોન્સરને પણ આવકારવામાં આવ્યા હતા.

 

લુણાવાડા નગરની આજુબાજુના વિસ્તારના લોકોને મફતમાં બીમારીઓની સારવાર થાય અને મફત દવા મળી રહે એ હેતુથી આ કેમ્પ યોજાયો હતો.

મૌલિક પટેલ એ પોતાના વ્યક્તવ્ય માં જણાવ્યું કે ,
મહીસાગર જીલ્લાના પાટનગર લુણાવાડામાં આવેલ કિસાન વિદ્યાલય સ્કૂલ માં 21 સર્વરોગ નિદાન કેમ યોજવામાં આવ્યો,
આ કેમ્પ નો મુખ્ય ઉદ્દેશ જે લોકો અમદાવાદ વડોદરા, સુરત શહેર માં મોટી મોટી બીમારીઓ માટે દવાખાને જઈ શકતા નથી દવાનો ખર્ચ ઉપાડી શકતા નથી એવા કચડાયેલા દબાયેલા લોકોને લુણાવાડામાં જ તમામ પ્રકારના દર્દોની સારવાર મળી રહે અને સાથે સાથે નિશુલ્ક દવાઓ પણ મળી રહે એવા શુભ આશયથી અવિરત 21 વર્ષથી આ સર્વે રોગ નિદાન કેમ્પ કિસાન માધ્યમિક વિદ્યાલયના પટાંગણમાં યોજવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!