GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરને એક ઉત્તમ શહેર બનાવવા માટે બધા જ પ્રયત્નો કરા છે, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા

તા.19/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા, ઉપપ્રમુખ પંકજભાઈ પરમાર, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહજી ચાવડા, શાશક પક્ષનેતા રાજુભાઈ દોશીનું સન્માન કરાયુ હતુ આ પ્રસંગે સંયુક્ત નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા ભાવુક થઇ ગયા હતા તેમણે જણાવ્યું હતુ કે હું નહીં પણ શહેરના દરેક નાગરિક નગરપાલિકાના પ્રમુખ છે તમારા બધાના સાથે સહકાર અને માર્ગદર્શનથી શહેરની વિકાસ કરીશું અને શહેરને એવું બનાવીશું કે લોકો બહાર જતા અટકે નગરપાલિકા અને ધારાસભ્ય સાથે મળી સંકલન કરી સુરેન્દ્રનગર શહેરને એક ઉત્તમ શહેર બનાવવા માટે બધાજ પ્રયત્નો કરીશુ આ પ્રસંગે સંયુક્ત પાલિકાના પુર્વપ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જીલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ,દુધરેજ વડવાળા ધામના મહંત મુકુંદદાસ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ક્ષત્રિય સમાજ આગેવાન ડો.રુદ્રસિંહ ઝાલા, શહેરના પ્રતિષ્ઠિત સામાજીક, ઉદ્યોગિક, વ્યાપારી અને બિલ્ડર આગેવાનઓ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ ઝાલાવાડ ફેડરેસન, રોટરી કલ્બ, રોટરી ઇનરવેલ, લાયન્સ કલ્બ, સોના ચાંદી એસોસિયેશન, લીંબડી ઝોનલ ZFTI ટીમ, વકીલ મંડળ, સંગીત સાહિત્ય સહિત આગેવાનોએ સન્માન કર્યુ હતુ આ પ્રસંગે મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું હતું.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!