GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચોરીની મોટર સાયકલ સાથે બે શખ્સો ઝડપી પાડયા.

મહીસાગર….
અમીન કોઠારી

લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચોરીની મોટર સાયકલ સાથે બે શખ્સો ઝડપી પાડયા.

 

મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસે લુણાવાડા ટાઉન વિસ્તારના સરદાર પટેલ કોમ્પ્લેક્ષ વરધરી રોડ, લુણાવાડા તથા લીલાવતી હોસ્પિટલ પાસેથી ચોરાયેલી મોટર સાયકલ શોધી કાઢવા લુણેશ્વર-ગોધરા રોડ પાસે વાહન ચેકિંગ હાથ ધરયુ હતું. જેમાં નંબર પ્લેટ વિનાની મોટર સાયકલ લઈને આવતા એક શખ્સને પકડી પાડ્યો હતો. જેનું નામ પૂછતાં રાજેન્દ્ર ઉર્ફે પીન્ટુ રામુભાઈ કલાસવા રહે.નાના ખેરવા, તા.સંતરામપુર જણાવ્યું હતું અને તપાસ કરતા વાહન ચોરીનું જણાતા વાહન જપ્ત કરી આરોપીની સઘન પુછપરછ કરી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના બનાવની મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ, કીમત રૂપિયા ૩૫,૦૦૦, તથા બીજી સ્પ્લેન્ડર પ્લસ કીમત રૂપિયા ૪૦,૦૦૦ તથા ગોધરા એ ડીવીઝન ખાતેથી ચોરાયેલ મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ જેની કીમત રૂપિયા ૩૦,૦૦૦ સાથે કુલ ચાર વાહન જેની કીમત રૂપિયા ૧,૨૫,૦૦૦ના મુદ્દામાલ સાથે બીજો આરોપી સલમાન ઉર્ફે ભોભા દસ્તગીર રલીયા રહે.રહેમતનગર, તા.ગોધરા, જી.પંચમહાલને ઝડપી પાડયો હતો.અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

Back to top button
error: Content is protected !!