SURENDRANAGARWADHAWAN

વઢવાણ મંગલ ભુવન ખાતે આવાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ૧,૭૭૭ લાભાર્થીઓનું સ્વપ્ન થયું સાકાર

તા.10/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ ૬,૦૬,૦૪૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

વિકસિત ભારત-વિકસિત ગુજરાતની નેમને સાકાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૪ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા જે અંતર્ગત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને મંગલ ભુવન, વઢવાણ ખાતે ૬૨ વઢવાણ વિધાનસભાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે રાજ્યમાં રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના ૦૪ કરોડ પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે ભારત સરકારના વર્ષ ૨૦૨૩ ૨૪ના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૭૯,૫૯૦ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં સરકારે નવા ૦૩ કરોડ પરિવારોને આગામી પાંચ વર્ષમાં પોતાનું ઘર મળે એ માટે સરકારે રૂ. ૮૦,૬૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરેલ કામગીરીની માહિતી આપતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ ૬,૦૬,૦૪૧ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે તે પૈકી જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં ૫ લાખ ૧૩ હજાર કરતાં વધારે મકાનો પૂર્ણ થઈ ગયા છે જ્યારે બાકીના મકાનોનું કામ પ્રગતિમાં છે રાજ્યના શહેરી વિસ્તારમાં ૦૭ લાખ ૬૧ હજાર મકાન ફાળવણીના ટાર્ગેટ સામે ૯ લાખ ૬૧ હજાર મકાનો મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી આજે ૮ લાખ ૨૮ હજાર મકાનોનું કામ પૂર્ણ થઈ ગયું છે વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ પ્રધાનમંત્રીનું જીવંત પ્રસારણ અને લાભાર્થીઓ સાથેનો સંવાદ રસપૂર્વક નિહાળ્યો હતો આ તકે મતદાન અવશ્ય કરવાની અપીલ કરતી અવસર ડોક્યુમેન્ટરી, ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી, ક્વીઝ અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન અમૃતભાઈ ડાભી, મુકેશભાઈ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, મામલતદાર અરુણ શર્મા, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!