
પ્લાસ્ટિકનને ગિરનારમાં જતુ અટકાવવા વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કાપડની થેલીના વિતરણનું આયોજન, ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમાર્થીઓ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે પણ જરૂરી સાઈન બોર્ડ મૂકવા નિર્દેશઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમામાં ગુજરાત અને દેશભરમાંથી પધારતા ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી. આ સાથે શ્રદ્ધાળુઓને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પણ ખાસ પ્રબંધ કરવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. આ માટે વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પરીક્રમાર્થીઓને બાયોડીગ્રેડેબલ કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવશે.જિલ્લા કલેકટરશ્રીએ પરિક્રમા દરમિયાન સફાઈની વિશેષ તકેદારી લેવામાં આવે તે માટે પણ ભાર મૂક્યો હતો. આ વર્ષે પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈ કરવાનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ૧૦૦૦ જેટલી કચરા પેટીઓ પરિક્રમા રૂટ ઉપર રાખવામાં આવશે. ઉપરાંત દામોદર કુંડ, ભવનાથ સહિતના વિસ્તારની સફાઈ માટે મહાનગરપાલિકાની વધારાની ટીમો પણ કાર્યરત રહેશે. કલેક્ટરશ્રીએ ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમમાંથીઓ પણ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે જંગલમાં સાઈન બોર્ડ મૂકવા નિર્દેશ આપ્યા હતાં.જિલ્લા કલેકટરશ્રીએ, એસટી બસ સ્ટેન્ડ ખાતેથી જ પરિક્રમાર્થીઓને પ્લાસ્ટિક સાથે ન લઈ જવા માટે સુચિત અને સમજુત કરવા ઉપરાંત એસટી બસમાં કચરા પેટીની વ્યવસ્થા રાખવા માટે પણ સૂચના આપી હતી. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પીવાના પાણીની પૂરતી સગવડતા મળી રહે તે માટે વધારાના પીવાના પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા આવી રહ્યા છે. પરિક્રમાર્થીઓનું આરોગ્ય ન જોખમાય માટે તે ખાદ્ય સામગ્રીના નમુનાઓ લેવા માટે પણ સૂચના આપી હતી. સાથે જ દૂધ ગેસ સિલિન્ડર સહિતના પુરવઠો જળવાઈ રહે તે માટે પણ નિર્દેશ કર્યા હતા.ભાવિકોની સુરક્ષા અને મદદ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. જંગલમાં આગના બનાવોને અટકાવવા માટે દવ ટૂકડીઓ કાર્યરત રહેશે. ઉપરાંત ફાયર ફાઈટરની સેવાઓ ઉપલબ્ધ રહેશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નાયક વન સરક્ષક શ્રી અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર શ્રી એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી અજય ઝાપડા સહિત પીજીવીસીએલ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ





