GUJARATMEGHRAJ

મેઘરજ : ત્રિવેદી મેવાડા સમાજ મોડાસા વિભાગ દ્વારા મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ત્રિવેદી મેવાડા સમાજ મોડાસા વિભાગ દ્વારા મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો

અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ના મોડાસા વિભાગ દ્વારા દર વર્ષે સમૂહ ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે આ વર્ષે ત્રિવેદી મેવાડા સમાજ મોડાસા વિભાગ દ્વારા મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો

મેઘરજ પીએસીએન હાઈસ્કૂલ ના મેદાન માં અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ મોડાસા વિભાગ દ્વારા વિભાગ ના માલપુર, મોડાસા,મેઘરજ,નાનાવાડા ,પીપરાણા,પાંડરવાડા સહિત ના ગામોના નવ બટુકો માટે સમૂહ જનોઈ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દ્વારકા ના શારદાપીઠ ના સદાનંદ સરસ્વતી જગતગુરુ શંકરાચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂદેવો ના વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ સહિત તમામ બ્રહ્મ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહી ને ઋષિ કુમારો ને આશીર્વાદ પાઠવ્યા હતા,બ્રહ્મ સમાજ ના અતુલ ભાઈ દીક્ષિત,લુણાવાડા ના પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક,પ્રદેશ ભાજપ ના પ્રવક્તા યગ્નેશ દવે,સહિત તમામ અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને બટુકો ને આશીર્વાદ આપ્યા હતા,સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ત્રિવેદી મેવાડા સમાજ મોડાસા વિભાગ ના પ્રમુખ જીગર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું દ્વારકા પીઠ ના શંકરાચાર્ય એ બટુકો ને બ્રાહ્મણ બન્યા પછી નું આચરણ અને સંધ્યા વંદન અંગે અને યજ્ઞોપવિત નું મહત્વ સમજાવ્યું હતું

Back to top button
error: Content is protected !!