GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના DDO અને DPEOની સૂચનાથી શાળાઓમાં સદ્દભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ

MORBI:મોરબીના DDO અને DPEOની સૂચનાથી શાળાઓમાં સદ્દભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ

 

 

મોરબીની શાળાઓમાં સદ્દભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટ દ્વારા પિંજરા સહિત વૃક્ષો અપાયા

Oplus_131072

મોરબી, હાલ દિન પ્રતિદિન ગરમીનો પારો ખૂબજ વધતો જાય છે, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે ગ્લોબલ વોર્મિગની અસર ઘટાડવા વધુને વધુ વૃક્ષોનું જતન થાય એ ખૂબ જરૂરી છે ત્યારે મોરબી જિલ્લો હરીયાળો જિલ્લો બને એ માટે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાની સૂચના અન્વયે મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અને શાળાની આજુબાજુમાં વધુને વધુ વૃક્ષો વવાય રહ્યા છે. આ વૃક્ષોના ઉછેર અને જતન થાય એ માટે રાજકોટના વૃદ્ધાશ્રમ દ્વારા રોપા અને પિંજરા મોરબી જિલ્લાની શાળાઓ સુધી વાહન મારફત ફાળવવામાં આવ્યા છે. જો શાળામાં જગ્યા ન હોય તો શાળાની આજુબાજુમાં શાળા દ્વારા વૃક્ષની દેખરેખ રાખી શકીએ તેમ હોય એવી જગ્યાએ વધુને વધુ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. વૃદ્ધાશ્રમની આ સેવાકીય પ્રવૃત્તિને બાળકો,શિક્ષકો,આચાર્ય ગ્રામજનો સાથ સહકાર આપી જિલ્લાના વહીવટી વડાઓની સુચનાઓનું યોગ્ય પાલન કરી મોરબી જિલ્લો હરિયાળો બને એ માટે મોરબી જિલ્લાઓની શાળાઓમાં વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણની જાળવણીના આ મહાયજ્ઞમાં સૌ આહુતિ આપી રહ્યા છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!