શ્રાદ્ધ માટે પ્રવર્તતી માન્યતાઓ પ્રમાણે, શ્રાદ્ધ એટલે પિતૃઓના આત્માની શાંતિ માટે દાન-ધર્મ કરવાનો અવસર,કાગવાસ એટલે કાગડાને ખીર-પૂરી ખવડાવી પિતૃઓને તર્પણ કરવાનો અવસર.સ્વજનના મૃત્યુ પછી વારસ તરીકે સોળ વર્ષ શ્રાદ્ધ કરી ઋણ અર્પણ કરવાનો અવસર.પિતૃપક્ષ ૧૫ થી ૧૬ દિવસનો કાળ હોય છે. એવી માન્યતા પ્રવર્તે છે કે આ પખવાડિયામાં પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓ બહુ સંતુષ્ટ થાય છે.જુદી જુદી માન્યતાઓ મુજબ લોકો પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરતા હોય તો આજરોજ કેશોદના જુના પ્લોટ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ નું શ્રાદ્ધ રાખવામાં આવેલ હતું સ્વામિનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા ના જણાવ્યા મુજબ ભગવાનનું શ્રાદ્ધ હોતું નથી પરંતુ શ્રાદ્ધ નિમિત્તે હરિભક્તો ભેગા થાય ભજન કીર્તન ભોજન પ્રસાદ આરતી વગેરેનો લાભ લે અને દર્શનાર્થે ઉપસ્થિત રહે તે હેતુથી શ્રાધ કરવામાં આવે છે આજરોજ યોજાયેલા શ્રાદ્ધ નિમિત્તે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને થાળ અર્પણ કરી ચંદુભાઈ પુજારી દ્વારા મહા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા ત્યારબાદ હરિભક્તો દ્વારા મહાપ્રસાદ લેવામાં આવેલ હ
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ