વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈ નગરમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં પાસબુક પ્રિન્ટિંગ મશીન છેલ્લા કેટલાક દિવસોથી ખામીગ્રસ્ત બનતા બંધ હાલતમાં પડ્યુ છે.જેના કારણે રોજિંદા લેવડ-દેવડની એન્ટ્રી કરાવવા આવતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ મશીન બંધ હોવાને કારણે લોકોને કાઉન્ટર પર લાંબી કતારમાં ઉભા રહીને પાસબુકમાં એન્ટ્રી કરાવવી પડે છે.ખાસ કરીને વડીલો અને દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારા ગ્રાહકો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે.જેથી બરોડા બેંક તાત્કાલિક મશીનની મરામત કરાવે અથવા વિકલ્પરૂપે અન્ય સુવિધા શરૂ કરે તેવી ગ્રાહકોમાં માંગ ઉઠવા પામી છે..