GUJARATMORWA HADAFPANCHMAHAL

મોરવા હડફ તાલુકામાં પૂર-બચાવ અંગેની મોકડ્રીલ યોજાઈ

 

મોરવા હડફ, પંચમહાલ

નિલેશભાઈ દરજી શહેરા

જિલ્લા કલેકટર પંચમહાલ-ગોધરા દ્વારા આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન મુજબ મોરવા હડફ તાલુકામાં પૂરબચાવ માટેની તાત્કાલિક કામગીરી માટે “મોકડ્રીલ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.મોકડ્રીલ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ડૂબતા કે તણાઈ જતા વ્યક્તિની બચાવ કામગીરી તેમજ ત્યારપછી આપાતકાલીન પ્રથમ સારવાર કેવી રીતે આપવામાં આવે તે અંગેની પ્રાયોગિક કવાયત કરવામાં આવી. રિયલ ટાઈમ રેસ્ક્યૂ ઓપરેશન અને તાત્કાલિક પ્રતિક્રિયાની તૈયારીનું અવલોકન પણ કરાયું.કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા: પ્રાંત અધિકારીશ્રી શહેરા મામલતદારશ્રી મોરવા તાલુકા વિકાસ અધિકારીશ્રી મોરવા હડફ તેમજ તાલુકાના તમામ લાઈન વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.મોકડ્રીલમાં GSDMA જિલ્લા પ્રોજેક્ટ અધિકારી, EMRI Green Health Services (108) તથા ગોધરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા તમામ રેસ્ક્યૂ ઓપરેશન્સનો અભ્યાસ તથા પ્રશિક્ષણ આપવામાં આવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો તાલુકા સ્તરે આપત્તિ સમયે તંત્રની કાર્યક્ષમતા અને સંકલન ક્ષમતા સુધારવી તેમજ લોકજાગૃતિ વધારવી.

 

 

 

Back to top button
error: Content is protected !!