BHARUCHGUJARATJHAGADIYA

અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમેળામાં અનેરી સેવા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમેળામાં અનેરી સેવા

મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ કુંભમેળામાં સેવા કાર્ય ચાલુ છે, રોજીંદી રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી છે

 

તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ગુજરાતી ચા ભક્તોમાં પ્રખ્યાત છે.

 

પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહા કુંભ મેળો યોજાયો છે, આ કુંભમેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો આ તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભમેળા દરમિયાન પહોંચ્યા છે, સરકારના અંદાજા પ્રમાણે અહીં ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ કુંભમેળામાં પહોંચશે, ત્યારે દેશના કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભમેળાના સમય દરમિયાન સાધુ-સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે, તેમાંના એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા પણ ખૂબ મોટા પાયે મહાકુંભ મેળામાં તમામ લોકોને સેવા કરી રહ્યા છે, અંકલેશ્વર ખાતે આવેલ શ્રીતપોવન રામકુંડ તીર્થ ખાલસા ઉત્તર પ્રદેશના તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભના મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આસ્થા સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. જ્યાં શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ, ચા,‌‌ નાસ્તા, ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ નવમો પ્રસંગ છે કુંભમેળામાં ઉજવાઇ રહ્યો છે. અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલા (દુનિયાનું ભોજન) ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી પ્રયાગરાજ મહાકુંભમાં ખાલસા પંડાલમાં ભક્તોને મફત રહેવા, ભોજન અને અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. અહીં દરરોજ લગભગ ૫૦૦ લિટર દૂધમાંથી ખાસ કાઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે. આ ચા ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવી છે. શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઉભી કરી છે. સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે. શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભમેળામાં વહીવટી તંત્ર દ્વારા એક કરોડથી વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ સાધુ-સાધ્વીઓને ચા માટે પૈસા ક્યાંથી મળશે? તેથી અહીં મફત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાત્રે ભજન- કિર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે. મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે ત્યારે અહીં આવનાર દરેક ભક્તનું સ્વાગત છે, અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે. અહીં બધાને રોટલા અને ઓટલા મળે છે. બાપુએ કહ્યું કે આપણો ધર્મ ઘરથી મંદિર સુધી નહીં, મંદિરથી ઘર સુધી લઈ જવો જોઈએ!આપણા વૈદિક સનાતન ધર્મનો ત્યાગ કરવાની જરૂર નથી! જો આપણે ધર્મથી દૂર જઈશું તો ન તો કોઈ આપણને સ્વીકારશે અને ન તો આપણા આત્માને શાંતિ મળશે.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!