BANASKANTHAGUJARATPALANPUR

મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા નેશનલ કક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધામાં વિજેતા બની

14 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ટગ ઓફ વૉર ફેડરેશન ઓફ ઇન્ડિયા ના ઉપક્રમે મહારાષ્ટ્રના પાલગર જિલ્લાના શિરગાંવ બીચ ઉપર તારીખ 28/1/2026 થી 01/02 2026 દરમિયાન યોજાયેલ સબ જુનિયર રસ્સા ખેંચ સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા ની અંડર 17 બહેનોની ટીમ તેમજ અંડર 15 મિક્સ ટીમે ભાગ લીધેલ જે બંને ટીમો સમગ્ર દેશમાં અવ્વલ નંબરે રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન કરી શાળાને ગૌરવ અપાવેલ છે. વિજેતા અંડર 17 ટીમમાં દામેચા પિનલ, ઠાકોર જીનલ, જાટ ભાવના, રાવળ રવિના, ચૌધરી મિતલ, પરમાર નીલમ,કોલા અરવિના, ઘોઘા કાજલ, સોલંકી પ્રીતિ અને મોરશિયા હીના નો સમાવેશ થાય છે. તેમજ અંડર 15 મિક્સ ટીમમાં ઘોઘા દિપીકા, પરમાર પ્રિયંકા, ચૌધરી દેવિકા, રાજપુત અરુણા, જાટ દેવયાની, જાટ સંજય, ચૌધરી ખેતારામ, ચૌધરી મિલન,ચૌધરી રાવતઅને મકવાની યુગ નો સમાવેશ થાય છે બંને ટીમોને શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પી.બી.રાવલે કોચિંગ આપી તૈયાર કરેલ શાળાના શિક્ષક શ્રી જે.પી ઝાંપડિયા એ ટીમોના મેનેજર તરીકે સેવાઓ આપેલ તેમ જ શાળાની શિક્ષિકા બેન શ્રીમતી એ.સી ત્રિવેદી એ પણ ખેલાડીઓને માર્ગદર્શન આપેલ
વિજેતા તમામ ખેલાડીઓ અને માર્ગદર્શક શિક્ષક શ્રી ઓ નું રામપુરા જાગીર મઠના મહંત અને સંસ્કાર મંડળ રામપુરા ના પ્રમુખ મહંત શ્રી રૂપપુરીજી મહારાજ, સંસ્કાર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સુજ્ઞ શ્રી નિર્મલપુરીજી માતાજી, શાળાના નિયામક શ્રી જીતુભાઈ દવે, શાળાના આચાર્યશ્રી કે.પી રાજપૂત સાહેબે તેમજ સમગ્ર સ્ટાફે સ્વાગત કરી વિશેષ સન્માન કરેલ. ગુજરાત રાજ્ય ટગ ઓફ ફેડરેશન ના જનરલ સેક્રેટરી શ્રી રાજેશભાઈ. એ. પટેલે પણ ભાગ લેવા જનાર ટીમોને ટેકનિકલ માર્ગદર્શન આપેલ. આ તબક્કે ફેડરેશનના શ્રી સચીનભાઈ રબારી તેમજ શ્રી અનુભા પણ મદદરૂપ બનેલ.

Back to top button
error: Content is protected !!