ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્ય કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા અવ્વલ નંબરે રહી

15 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્ય કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા અવ્વલ નંબરે રહી.
ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષા ની રસ્સા ખેંચ સ્પર્ધા તારીખ 05/2/2026 થી 07/02 2026 દરમિયાન વ્યારા, જી તાપી ખાતે યોજાયેલ.જેમાં મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા ની અંડર 17 બહેનો એ મધ્ય ઝોન નું પ્રતિનિધિત્વ કરેલ અને સમગ્ર રાજ્ય માં અવ્વલ નંબરે રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લા નું નામ રોશન કરી ગૌરવ અપાવેલ છે. વિજેતા અંડર 17 ટીમમાં દામેચા પિનલ, ઠાકોર જીનલ, જાટ ભાવના, રાવળ રવિના, ચૌધરી મિતલ, પરમાર નીલમ, દામેચા પાયલ, ઘોઘા કાજલ, ચૌધરી દેવિકા નો સમાવેશ થાય છે વિજેતા ટીમ ને શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પી.બી.રાવલે કોચિંગ આપી તૈયાર કરેલ. તેમજ ટીમોના મેનેજર તરીકે શિક્ષિકા બેન શ્રીમતી ટી.એ.પટેલે ખેલાડીઓને માર્ગદર્શન આપેલ વિજેતા તમામ ખેલાડીઓ અને માર્ગદર્શક શિક્ષક શ્રી ઓ નું રામપુરા જાગીર મઠના મહંત અને સંસ્કાર મંડળ રામપુરા ના પ્રમુખ મહંત શ્રી રૂપપુરીજી મહારાજ, સંસ્કાર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સુજ્ઞ શ્રી નિર્મલપુરીજી માતાજી, શાળાના નિયામક શ્રી જીતુભાઈ દવે, શાળાના આચાર્યશ્રી કે.પી રાજપૂત સાહેબે તેમજ સમગ્ર સ્ટાફે સ્વાગત કરી વિશેષ સન્માન કરેલ.




