GUJARATSINORVADODARA

સાધલી ની મનન વિદ્યાલયમાં મહાશિવરાત્રીની ભક્તિભાવ પૂર્ણ ઉજવણી કરાઈ


ફૈઝ ખત્રી… શિનોર
શિનોર તાલુકા સાધલી ની મનન વિદ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના ઘરે માટીના શિવલિંગ બનાવી શાળામાં લાવ્યા હતા. ત્યારબાદ તમામ શિવલિંગની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ શાળાના કેમ્પસમાં પાણીના ટબમાં શિવલિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મનન વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા તેમજ અમીશા મેડમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. બંનેએ વિદ્યાર્થીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મનન વિદ્યાલય પરિવાર દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શિસ્તપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!