BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ના મુમનવાસ માં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઈ

16 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ ના મુમનવાસ માં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઈ. વડગામ તા. મુમનવાસ ગામે શરણેશ્વર મહાદેવ મંદિરમાં પ્રતિ વર્ષની જેમ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રવિવારે મહાદેવજીની શોભાયાત્રા શરણેશ્વર મહાદેવ મંદિરથી નીકળી ગામના નવરાત્રી ચોક, મુખ્ય માર્ગો પરિભ્રમણ કરી નિજ મંદિરે પુજા અર્ચના કરી મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં ગામના તમામ ભાઈઓ બહેનો યુવાનો વડીલો જોડાયા હતા આ કાર્યક્રમ ઉપસ્થિતિ મહાદેવ સંકુલના મહંત મનહર ગીરી મહારાજ . શક્તિ મંડળના પ્રમુખ પોપટભાઈ પ્રજાપતિ મંત્રી હિતેશભાઈ પ્રજાપતિ મંત્રી બાબુભાઈ મેવાડા, ચંપકભાઈ લીમ્બાચીયા ગીરીશભાઈ મેવાડા ,રમેશભાઈ દરજી,કમલેશ વ્યાસ મુકેશભાઈ લીમ્બાચીયા સહિત તમામ ભાવિકો એ કાયૅક્રમ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!