અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : લોકોનાં કરોડો રૂપિયાનુ ફુલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉતર્યો ભૂગર્ભમાં, 6000 હજાર કરોડ રૂપિયાલોકોના ડૂબ્યા હોવાનો અંદાજ
અરવલ્લી સાબરકાંઠા સહિત રોકાણકારોના જીવ તારવે ચોટ્યા,લાઇસન્સ મેળવ્યા વગર કરતો હતો રોકાણ
છેલ્લાં કેટલાય સમયથી BZ નામની ફાઇનાન્સિયલ કંપની ચલાવતો ભૂપેન્દ્રસિંહ ઝાલા નામની ચર્ચાઓ ચારે કોર જૉવા મળતી હતી જેને લઇ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામા લોકોનાં તેમજ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે અવનવી લાલચ આપતી જાહેરાતો અને કાર્યક્રમો કરી પોતાની તરફ આકર્ષવા પ્રયત્નો કરતો હતો. પરંતુ આ બધી બાબતો વચ્ચે જે પણ રૂપિયાનુ રોકાણ કરતો હતો જેમાં RBI ના કોઈજ નીતિ નિયમ નુ પાલન થતું ન હતુ અને અંતે જે ન કરવાનું કામ કરી નાખ્યું અને લોકોનું પણ કરી નાખ્યું અંતે આ બધી ચર્ચાઓ વચ્ચે તંત્ર જાગ્યું અને ગાંધીનગર CID ક્રાઇમ ની ટીમ જાગી જેમાં અરવલ્લી સાબરકાંઠા સહીત 7 જગ્યાએ દરોડા પાડયા ની સાથેજ એજન્ટો અને ગુજરતનો મિસ્ટર નટવરલાલ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમા ઉતરી ગયો અને હાલ આ વચ્ચે લોકોનાં કરોડો રૂપિયા ડૂબ્યા હોવાની વાતો સામે આવતા રોકાણકારોનાં જીવ પણ અધ્ધર થયો છે કેમ કે રૂપિયા પાછા મળશે કે નહિ તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.
ગઈકાલે થયેલ પ્રેસ કોન્ફરન્સમાં જાણવા મળ્યું હતુ કે આ વ્યક્તિ જે રોકાણ કરે તેને મહિના 3 થી 5 ટકા જેટલું વ્યાજ આપતો અને એજન્ટ ન પણ મસ મોટું વ્યાજ આપતો હોવાની વાત સામે આવી 2 બેંક ખાતામાંથી 175 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું હતુ અને ચાલી રહેલ વિવિધ ઓફીસ માંથી ડોક્યુમેન્ટ, કોમ્પ્યુટર, લેપટોપ, સહીત એગ્રીમેટ વાઉચર સહીત અનેક સામગ્રી CID એ કબ્જે લઇ વધૂ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે લોકોએ છેતરનાર મહાઠગ MP બાજુ છેલ્લું લોકેશન ટ્રેક થયું હોવાની પણ માહિતી સામે આવી. બીજી બાજુ સમગ્ર ભારત દેશમાં લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે જેને લઇ આ મહાઠગ ક્યાંક વિદેશમાં ભાગી જતો ના રહે તે માટે તંત્ર સફારે જાગ્યું છે
કઈ કલમ હેઠળ ગુન્હો નોંધાયો જાણો BNS 2023 ની કલમ 316(5),318(4),(61)2,તથા GPID એક્ટ 2003 ની કલમ 3 મુજબ તથા બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ એક્ટ 2019 કલમ 21 તથા 23 મુજબ ગુન્હો નોંધી CID ક્રાઇમ ગાંધીનગરે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું
આટલું જ નહિ પાંચ લાખનું રોકણ કરે તેને LED અને 10 લાખનું રોકણ કરે એને ગોવાની ટ્રીપ આપતો હોવાની વાત પણ સામે આવી હતી બિજી તરફ સૌથી વધુ રોકાણ સહકારી કર્મચારીઓ, શિક્ષકો, તેમજ પોલિસ કર્મચારીઓએ રોક્યા હોવાની માહિતી સામે આવી હતી.CID ક્રાઇમની હાલ તપાસ ચાલુ છે પરંતુ હજુ સુધી કોઈ પણ રોકાણકાર સામે આવ્યો નથી હવે સમગ્ર મામલે BZ નો મહાઠગ પકડમાં આંવે તો જ સમગ્ર ઘટના પરનો પરદો ઉઠે તેમ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા ને પકડવા માટે હાલ ચક્રો ગતિમાન કર્યા છે જે માહિતી સામે મળી હતી