GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર ૧૮૧ અભયમ ટીમે વીરપુર તાલુકાના ૭૫ વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધા નું પરિવાર સાથે મિલન કરાવ્યું.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર ૧૮૧ અભયમ ટીમે વીરપુર તાલુકાના ૭૫ વર્ષીય માનસિક અસ્વસ્થ વૃદ્ધા નું પરિવાર સાથે મિલન કરાવ્યું.

મહીસાગર ૧૮૧ ટીમ ડ્યુટી પર હાજર હતી તે દરમિયાન વડોદરા અભયમ ટીમ નો ફોન આવેલ અને જણાવેલ કે વીરપુરના ૭૫ વર્ષીય વૃદ્ધા બે દિવસથી વડોદરા આવ્યા છે અને પોતાનો રસ્તો ભૂલી ગયા છે તથા માનસિક રીતે અસ્વસ્થ છે આથી તેમની પરિવાર સુધી પહોંચાડવા મદદની જરૂર છે. વડોદરા મહિલા અભયમ ટીમે પંચમહાલની ટીમ ને વૃદ્ધા ને હેન્ડ ઓવર કર્યા તથા પંચમહાલ ટીમે મહીસાગર ૧૮૧ ટીમને હેન્ડ ઓવર કર્યા હતા. ત્યારબાદ મહિસાગર ૧૮૧ ટીમ એ વૃદ્ધા સાથે ચર્ચા કરી આશ્વાસન આપ્યું કે તમને તમારા પરિવાર સુધી પહોંચાડીશું ચિંતા કરવાની જરૂર નથી વૃદ્ધા ના દીકરા સાથે ફોન પર વાત કરી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. તથા વૃદ્ધા ના પરિવારને સમજાવેલ કે વૃદ્ધાને આવી રીતના એકલા ઘરેથી નીકળવા દેવા નહીં તથા તેમનું આ ઉંમરમાં પૂરતું ધ્યાન આપવું.આથી પરિવારના સભ્યોએ ૧૮૧ ટીમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!