BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા ગામે સમસ્ત ત્રાગડ બ્રામ્હણ સોની પરિવાર મંચની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું.

ઝઘડિયા ગામે સમસ્ત ત્રાગડ બ્રામ્હણ સોની પરિવાર મંચની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું.

સભામાં મુંબઇ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, નડિયાદ અને અમદાવાદ જિલ્લાના હોદ્દેદારો શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા

 

સોની સમાજના ઉત્થાન અને એકતા માટે સમસ્ત ત્રાગડ બ્રામ્હણ સોની પરિવાર ના એક મંચની છેલ્લા પાંચ વર્ષથી રચના કરવામાં આવી હતી. ત્યારે સૌપ્રથમ વાર ઝઘડિયા ગામે આ મંચની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું. ઝઘડિયા ગામે સમસ્ત ત્રાગડ બ્રામ્હણ સોની પરિવાર મંચની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર સાધારણ સભાનું આયોજન ઝઘડિયા ત્રાગડ સોની પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઝઘડિયા તાલુકા ના સમસ્ત સોની પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમાજ ના પરિવાર મંચ ના વિવિધ હોદ્દેદારો ની નિમણુ્ક કરવામાં આવી હતી. તો તેની સાથે સમાજને સંગઠિત રહેવા માટે ની વાત કરી તે માટે ના પ્રયત્નો હાથ ધરાતા હતા. આ પ્રસંગે સમસ્ત ત્રાગડ બ્રામ્હણ સોની પરિવાર મંચના પ્રમુખ તરીકે મનોજભાઇ પરસોત્તમભાઇ સોની વડોદરા, ઉપપ્રમુખ તરીકે રીપુલભાઇ સોની મુંબઇ, મંત્રી તરીકે ગોપાલભાઇ સોની અમદાવાદ, સહમંત્રી તરીકે કિરણભાઇ સોની નડિયાદ, કન્વીનર તરીકે મનિષભાઇ પારેખ સુરતની પુન: એક વાર વરણી કરવામાં આવી હતી. ઝઘડિયા સોની સમાજના પ્રમુખ તરલભાઇ પારેખ તથા સોની સમાજના વડિલો દ્વારા આ વૃક્ષને વટવૃક્ષ બનાવવા માટેની તૈયારીઓ બતાવી હતી. સમગ્ર કાર્યક્રમની સફળતા બાદ વિશાલભાઇ પારેખે આભાર વિધી કરી કાર્યક્રમને અંતિમ ઓપ આપ્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!