મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામની સ્કૂલમાં વિદ્યાર્થીનીને છેડતી ના કેસમાં આરોપીના જામીન ના મંજૂર કરતી મહીસાગર સ્ટેશન કોર્ટ.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની રણજીત પૂરા શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની જોડે છેડતી ,અડપલાં , ચેનચાળા ના ગુનામાં શિક્ષકના જામીન ના મંજુર કરતી લુણાવાડા સેશન કોર્ટ…
તા.૨૧/૭/૨૪
અમીન કોઠારી મહીસાગર …
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાની રણજીતપુરા હાઇસ્કુલ માં શાળા નાં શિક્ષક દ્વારા શાળા ની વિધાર્થીની જોડે અડપલાં, છેડતી ને ચેનચાળા કયૉ નાં બનાવ માં વીરપુર પોલીસ મથકે ગામ ,રણજીતપુરા કંપા પો.ખરોડ.તા.વીરપુરના શિક્ષક પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ ની સામે બી.એન.એસકલમ.75.351(2).351(3)તથા પોસકો એક્ટની કલમ.12 મુજબ નો ગુનો દાખલ કરી ને આરોપી પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ ની અટકાયત કરી ને જરુરી તપાસ કરી ને આરોપી ને કોટૅમા રજું કરતાં આરોપી પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલને જયુડીશીયલ કસ્ટડીમાં લઈ ને સબ જેલમાં મોકલી દેવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે,
આ ગંભીર ગુના નાં મુખ્ય આરોપી દ્વારા જામીન મુક્ત થવા માટે ની મહીસાગર જિલ્લા સેશન્સ જજ ની કોટૅમા જામીન અરજી રજૂ કરતાં આ જામીન અરજીની સુનાવણી મહીસાગર જિલ્લા નાં એડીશનલ સેસનસ જજ. જે.એન.વયાસ ની કોટૅમા થતાં કોર્ટે ફરીયાદ પક્ષે જીલ્લા સરકારી વકીલ સર્જન ડામોર ની બચાવ પક્ષે અરજદાર (આરોપી) ની દલીલો સાંભળ્યા બાદ ગુનાની ગંભીરતા તથાં સરકારી વકીલ ની દલીલો ગ્રાહ્ય રાખી ને આ ગુના ની તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા રજુ કરેલ એફીડેવીટ ની હકીકતો ધ્યાને લ ઈને અરજદાર (આરોપી )પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ ની જામીન મુક્ત થવા માટે ની જામીન અરજી “નામંજૂર “યાને રદ કરેલ છે.