GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

જિલ્લા કલેકટર નેહાકુમારીએ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી

મહિસાગરમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પોલીસ,હોમગાર્ડ,GRD અને અન્ય સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી બન્યાં

આગામી 7મી મેના રોજ મહીસાગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન થવાનું છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર જોડાયેલા છે. આ અધિકારીઓ/કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી વી લટા તેમજ પોલીસ,હોમગાર્ડ,grd અને અન્ય સ્ટાફે મતદાન કર્યું હતુ અને જિલ્લા કલેકટર  નેહાકુમારીએ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લીધી હતી.

૧૮-પંચમહાલમાં સમાવિષ્ટ ૧૨૨-લુણાવાડા વિધાનસભાના મતવિસ્તારમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે ડો. આંબેડકર ભવન,સોનેલા ખાતે મતદામ મથક ઉભું કરવામાં આવ્યું છે. ૧૮-પંચમહાલમાં સમાવિષ્ટ ૧૨૨-લુણાવાડા વિધાનસભાના મતવિસ્તારમાં કુલ ૨૮૧૩ જેટલા પોલીસ,હોમગાર્ડ,grd અને અન્ય સ્ટાફે નોંધાયા છે જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે અને લુણાવાડા વિધાનસભા સિવાયમાં જિલ્લા વિકાસ અધિકારીએ અને પોલીસ અધિક્ષકે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. તેઓએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતુ કે, મહીસાગર જિલ્લા ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આજે મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આપ પણ આપના મતાધિકારનો 7મેના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!