૨૧ મી જુનના દિવસે મહીસાગર જિલ્લો બનશે યોગમય
૨૧ મી જુનના દિવસે મહીસાગર જિલ્લો બનશે યોગમય
*******
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંબંધીત વિભાગો સાથે પૂર્વ આયોજનના ભાગરૂપે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૧ જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દરેક શહેર અને જિલ્લા કક્ષાએ પ્રોગ્રામનું આયોજન થાય અને આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સવિશેષ રીતે કરવામાં આવે તે માટે સંબંધિત વિભાગ સાથે પૂર્વ આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા યોગ દિવસના કાર્યક્રમનું સુચાર રૂપે આયોજન થાય અને જિલ્લાની શૈક્ષણિક તેમજ અન્ય વિવિધ સંસ્થાઓ, એન.જી.ઓ. અને લોકો સ્વૈચ્છિક રીતે આ આયોજનમાં જોડાય તે રીતે કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર ,જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.