GUJARATMAHISAGARSANTRAMPUR

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર વન વિભાગ અને મહીસાગર નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી માળાનું વિતરણ કરાવ્યું **

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર વન વિભાગ અને મહીસાગર નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી માળાનું વિતરણ કરાવ્યું
**
અમીન કોઠારી મહીસાગર

 

20 મી માર્ચ એટલે ચકલી દિવસ,આપણા આંગણાનું પક્ષી ગણાતાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ચકલીઓના સંરક્ષણ તથા રહેઠાણને સુરક્ષિત રાખવા અને ઇકોલોજીકલ સિસ્ટમ સંતુલિત રાખવા આપણને ચકલીઓની વધુ જરૂર છે.

 

જે અંતર્ગત આજે મહીસાગર વનવિભાગ અને મહીસાગર એડવેન્ચર & નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળાના વિતરણનું આયોજન કર્યું હતું.
વનવિભાગના અધિકારીઓ અને ફાઉન્ડેશનના મિત્રો દ્વારા લુણાવાડા મહિલા પોલીસ ચોકી ખાતે અવરજવર કરતા લોકોને ચકલીઘર આપી ચકલી ના સંવર્ધન માટે પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરી હતી.

ચકલીને લુપ્ત થતી અટકાવવા તેના સંરક્ષણ,સંવર્ધન માટે ચકલીઘર મૂકવાની અતિ જરૂરિયાત છે. ચકલીને ઝાડ પર માળો બનાવતા આવડતું નથી અને ચકલી માળો બનાવતી પણ નથી. ત્યારે આ કૃત્રિમ ચકલીઘર મૂકી ચકલીને બચાવી શકાય છે.

તો આવો બધા સહભાગી બનીને આ નાનકડા જીવનું રક્ષણ કરી તેનું અસ્તિત્વ બની રહે તેવો પ્રયત્ન કરીએ અને ચકલીને વારસા રૂપે બચાવી આવનારી પેઢીને સમર્પિત કરીએ.

Back to top button
error: Content is protected !!