સંતરામપુર થી લુણાવાડા હાઇવે રોડ ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડતી મહીસાગર એલસીબી પોલીસ.
બાતમીના આધારે સંતરામપુર થી લુણાવાડા તરફ જતા હાઈવે રોડ ઉપર ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો પકડી પાડતી મહીસાગર એલસીબી પોલીસ…
રિપોર્ટર… અમીન કોઠારી:- મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર થી લુણાવાડા હાઈવે રોડ પર જીલ્લા એલ.સી.બીસટાફે બાતમીના આધારે લુણાવાડા તાલુકા પોલીસ મથક હદમાં વોચ ગોઠવીને ઉભા રહેલ ને બાતમી વાળાં વાહનો આવતાં આઈ20તથા જીપ કંપાસ ને કિએટા ગાડી ઓ એક સાથે આવતી હોઈ તેને ઈશારો કરી ને ઉભી રખાવી ને આ ગાડીઓમાં તપાસ કરતા દારુનો જથ્થો ભરેલો જણાતા ગાડી ચાલકો પાસે પાસપરમીટ માંગતા તે નાં હોઈ ને ગેરકાદેસર રીતે પરપ્રાંતીય ઈંગ્લીશ દારૃનો મોટો જથ્થો ભરીને લઈ જવાતો હતો
આ બનાવમાં પોલીસે પ્રોહીબીશના ત્રણ ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં એલસીબી પોલીસે દારુ નો કુલ જથ્થો અંદાજીત કિંમત રૂપિયા 9.91,000નો તથા ત્રણેય વાહનો મળી ને કુલ કિંમત રૂપિયા 23.00.000 મળીને કુલ રુપિયા 32.91.000. નો મુદ્દામાલ કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને એક ઈસમને ઝડપી પાડી ગુનાની તપાસ હાથ ધરી છે.