GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર એલસીબીએ ટાટા કંપનીના ટ્રકમાંથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

મહીસાગર એલસીબીએ ટાટા કંપનીના ટ્રકમાંથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

 

તરવીર :
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર એલ.સી.બી દ્વારા બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી ટાટા મોટર્સ કંપનીના ટ્રકમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂ. ૪૫,૪૦,૮૦૦/- કિંમતનો વિદેશી દારૂ (બિયર ટીન નંગ ૨૦,૬૪૦) તથા કુલ રૂ. ૬૦,૪૭,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટને બાતમી મળેલી કે ટાટા કંપનીના ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઇન્દોર–અમદાવાદ હાઇવે માર્ગે અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફ તથા બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હોટેલ ગ્રીન નજીક નાકાબંધી કરી વાહન ચકાસણીમાં મુકાયા હતા.

બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં ટ્રકમાં ક્ષેત્રીય ખાતરની ગુણોની આડમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હોવાનું બહાર આવ્યું. બાદમાં ટ્રકને પોલીસ જાપ્તા સાથે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન નંગ ૨૦,૬૪૦ (કિંમત રૂ. ૪૫,૪૦,૮૦૦/-) તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ. ૬૦,૪૭,૦૦૦/-નો જથ્થો મળી આવ્યો.

આ મામલે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!