ડાંગ જિલ્લા પોલીસ ભરતી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચના..
MADAN VAISHNAVNovember 9, 2024Last Updated: November 9, 2024
3 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના વિદ્યાર્થીઓને પોલીસ ભરતી માટેની તૈયારી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટની તૈયારી પોલીસ હેડક્વાર્ટર આહવા ખાતે કરવા ઈચ્છતા હોય તેઓએ પોતાના નામ રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હેડક્વાર્ટર, આહવા-ડાંગની કચેરી ખાતે તા. 17/11/2023 સુધી નોંધાવવા જણાવવામાં આવ્યું છે.આ સંદર્ભમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાના યુવાનોને પોલીસ વિભાગમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટની તૈયારી માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVNovember 9, 2024Last Updated: November 9, 2024